Bardoli: જેસીબી મશીનથી ખોદકામ વખતે ગેસ લાઈન તૂટતા ભીષણ આગ, મેઈન લાઈન બંધ કરી તંત્રએ મેળવ્યો કાબૂ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરત જિલ્લાના બારડોલીના રાધબાગ સોસાયટી રોડ પર આજે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. સોસાયટીના માર્ગ પર પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જેસીબી દ્વારા કરવામાં આવેલા ખોદકામમાં ભૂગર્ભ ગેસ લાઈન તૂટતા અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ ઊંચે ઉડતા આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.

બારડોલીમાં ખોદકામ વખતે ગેસ લાઈન તૂટી

રાધબાગ સોસાયટીના રોડ પર પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે જેસીબી મશીન દ્વારા રસ્તો ખોદતી વખતે તે અકસ્માતે નીચેથી પસાર થતી ગેસ લાઈન સાથે અથડાયું હતું. ગેસ લાઈનમાં પંચર પડતાની સાથે જ પ્રેશર સાથે ગેસ લીક થવા લાગ્યો હતો અને જોતજોતામાં ત્યાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

ફાયર વિભાગ અને પોલીસની કામગીરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ બારડોલી ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.ગેસ કંપની દ્વારા તાત્કાલિક અસરથી ગેસની મેઈન સપ્લાય લાઈન બંધ કરી દેવામાં આવી હતી, જેથી મોટી જાનહાનિ ટાળી શકાય.બારડોલી ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. લાંબી જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે ખોદકામ વખતે પૂરતી સાવચેતી ન રાખવામાં આવતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ ગેસ લાઈન રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *