Bardoli: તેન ગામે ગેસ સિલિન્ડર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ, ફ્લેટમાં લાગેલી આગમાં વૃદ્ધનું મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બારડોલીમાં મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. બારડોલીના તેન ગામમાં આવેલી એક રેસીડેન્સીમાં ગેસ લીકેજ બાદ સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગેલી આગમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે.

 બારડોલીમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ

બારડોલીના તેન ગામે આવેલ રત્ન કળશ રેસીડેન્સીના ફ્લેટ નંબર 104માં મોડી રાત્રે અચાનક ગેસ લીકેજ થયો હતો. લીકેજ થયાના થોડા જ સમયમાં ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો હતો. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે ફ્લેટમાં રહેતા 80 વર્ષીય અરુણભાઈ મિસ્ત્રી તેની ચપેટમાં આવી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આગમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો

 ઘટનાની જાણ થતા જ બારડોલી ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ફ્લેટમાં રહેલી તમામ ઘરવખરી અને સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ બારડોલી પોલીસ પણ રાત્રે જ સ્થળ પર પહોંચી હતી. પોલીસે વૃદ્ધ અરુણભાઈ મિસ્ત્રીના મૃતદેહને કબજે કરી ઉમરાખ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યો છે. 

આ પણ વાંચો: Ahmedabad: રિક્ષામાં યુવકને ફટકારતો વીડિયો વાયરલ થયા બાદ નરોડા પોલીસે 4 શખ્સોને જેલના સળિયા ગણતા કર્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *