Bayad: જિલ્લામાં થર્ટી ફર્સ્ટે દારૂ પીને વાહન હંકારતા 59 પકડાયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અરવલ્લી જિલ્લામાં નવા વર્ષ 2026ને આવકારવા 31 ડિસેમ્બરે અનેક સ્થળોએ પાર્ટીના આયોજનો થયા હતા.

થર્ટી ફર્સ્ટના નામે છેલ્લા કેટલાક વર્ષોથી ઉજવણીનો ટ્રેન્ડ શરૂ થયો છે. બીજી તરફ જિલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો હોવાથી ચેકપોસ્ટો પર પણ 31 ડિસેમ્બરે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જિલ્લાભરમાં 31 ડિસેમ્બરે પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવના 59 કેસો કર્યા હતા.

થર્ટી ફર્સ્ટીની ઉજવણીના નામે શોખીનોમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશી દારૂની મહેફીલો યોજવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેથી જિલ્લા પોલીસે આ વર્ષે 31 ડિસેમ્બર માટે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ પ્રકારની પાર્ટીઓ પર પણ વોચ રાખી હતી. જિલ્લાભરમાં 761 પોલીસ અધિકારી, કર્મચારીઓને તૈનાત કરાયા હતા. જિલ્લાની 10 ચેકપોસ્ટો ઉપરાંત 48 નાકાબંધી પોઈન્ટો ઉભા કરાયા હતા. નવા વર્ષની ઉજવણીના નામે અસામાજીક તત્વો છાકટા બને અને નશો કરી સામાન્ય નાગરિકોને પરેશાન કરે તે શક્યતાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસે 32 બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસને તૈનાત કરી હતી. જેમાં ગતરોજ તા. 31 ડિસેમ્બરે દારૂ પીને વાહન ચલાવતા 59 લોકોને ઝડપીને તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. એટલુ જ નહી, દારૂનો નશો કરીને ફરતા 59 શખ્સોને ઝડપી તેમની વિરૂદ્વ પ્રોહિબિશનના કેસો કર્યા હતા. આ ઉપરાંત જિલ્લાભરમાં દેશી- વિદેશી દારૂના 28 કેસો કર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *