Bayad: મેઘરજ રોડ પર એક કારમાંથી 2.64 મિ.ગ્રા. મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અરવલ્લી જિલ્લામાં ગાંજા, ડ્રગ્સ સહિતના નશાકારક માદક પદાર્થોનો વેપલો વધી રહ્યો હોવાની ઊઠેલી ફરિયાદો વચ્ચે મોડાસા ગ્રામ્ય પોલીસે મેઘરજ રોડ પર પસાર થતી કારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેને ઝડપી લીધા હતા.

મોડાસા ગ્રામ્ય પોલીસ મથકનો સ્ટાફ મેઘરજ રોડ પર ગેબી સોસાયટીથી થોડેક આગળ મેઘરજ તરફથી મોડાસા તરફ જતા રોડ પર શંકાસ્પદ વાહનોની તપાસની કામગીરી હાથ ધરી હતી. તે સમયે મેઘરજ તરફથી એક નંબર પ્લેટ વગરની સફેદ રંગની વરના કાર પર શંકા જતા તેને અટકાવી હતી. કારની આગળના ભાગે નંબર પ્લેટ ન હતી. જ્યારે પાછળના ભાગે નંબર પ્લેટ લગાવેલી હતી. કારના ચાલક સાથે આગળની સીટ પર અન્ય એક શખ્સ બેઠેલો હતો. બન્ને શખ્સોની પૂછપરછ કરતા તેઓ ગભરાયેલા જણાયા હતા. શખ્સ પૈકી ફૈજાન સાબલિયાએ પહેરેલા જેકેટની તપાસ કરતા અંદરના ભાગે ખિસ્સામાંથી રૂ. 26,400ની કિંમતનુ 2.64 મિ.ગ્રા. મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા પોલીસ ચોંકી હતી. તેમની પાસેથી રૂ. 10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન, રૂ. 17 હજાર રોકડા, રૂ. 5 લાખની વેરના કાર મળી કુલ રૂ. 5,53,400નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સોહેલ હુસેન મન્સુરી, ફૈજાન સાબલીયાને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *