Bharuchમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું, પુરવઠા મામલતદારે 90,000નો મુદ્દામાલ કર્યો જપ્ત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભરુચમાંથી સરકારી અનાજનું કૌભાંડ સામે આવ્યું. ભરૂચ જિલ્લાના આમોદમાં સરકારી અનાજમાં મોટાપાયે ગેરરિતી થતી હોવાનું સામે આવ્યું. આ સરકારી અનાજ કે જે રાશનકાર્ડની દુકાનોમાં અને ગરીબોને સરકાર દ્વારા આપવામાં આવે છે. સરકારી અનાજનું વેપારીઓને વેચાણ કરી કમાણી કરવાના કાળો કારોબાર થતા હોવાનું સામે આવ્યું. સરકારી અનાજના કૌભાંડનો પર્દાફાશ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.

 90,000નો મુદ્દામાલ જપ્ત કરાયો

આમોદમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાતા 90,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સરકારી અનાજના કાળા કારોબારમાં ગેરરિતી આચરનારા મેહુલ શાહ અને નિતિનભાઈ પઢિયારની અટકાયત કરવામાં આવી. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પણ પોલીસ વાહન ચેકિંગને કડક વલણ અપનાવી રહી છે. દરમિયાન રોઝા ટંકારીયાથી એક વાહનની ચકાસણી કરતાં તેમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો. આ સરકારી અનાજનું કોઈ બીલ કે આધાર પુરાવો નહી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી.

પોલીસે 2 લોકોની કરી અટકાયત

જણાવી દઈએ કે રોઝા ટંકારીયાથી મોભા ગામે પીક અપ ગાડીમાં લઈ જવાતો અનાજનો જથ્થાની ચકાસણી કરતાં સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો. પુરવઠા મામલતદારે કાર્યવાહી કરતાં 90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. જેમાં ઘઉંની 36 તથા ચોખાની 28 બોરી કબજે કરવામાં આવી. સરકારી અનાજના કૌભાંડ મામલે આમોદ પાસેથી પોલીસે વડોદરાના પાદરાના મેહુલકુમાર શાહ અને નિતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પઢિયારની અટકાયત કરી.

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસ આ બંને શખ્સની અટકાયત કર્યા બાદ આ જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો. તેમજ કોના દ્વારા અનાજ આપવામાં આવ્યું તેવી બાબતોને લઈને તપાસ હાથ ધરશે. સરકાર દ્વારા તહેવારો પર અને ખાસ દિવસો પર તેમજ સરકારી શાળાઓ આ સરકારી અનાજનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે કમાણીની લાલચે સરકારી અનાજનું બારોબાર વેપારીઓને વેચાણ કરાય છે. ગરીબોને મળતા અનાજમાં પણ લોભીઓ કમાણીનો પ્રયાસ કરી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *