Bharuch: દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર માતર ટોલ નાકા પાસે ટ્રકમાં ભીષણ આગ, વાહનોની લાંબી કતારો જોવા મળી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભરૂચના આમોદ નજીકના માતર ટોલ નાકા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક ટ્રકમાં ભીષણ આગ લાગતાં સમગ્ર ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી

હાઈવે પર વાહનોની લાંબી કતારો

આગ એટલી ભયાનક હતી કે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન ચાલકોમાં ભય ફેલાઇ ગયો હતો.

 ટ્રક સંપૂર્ણ રીતે બળીને ખાખ

ટ્રાફિક પોલીસે હાઇવેને કેટલાક કલાકો માટે બંધ કરવો પડ્યો અને ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે ટ્રક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો.

આ પણ વાંચો—-    Amreli : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું, તપાસ દરમિયાન યુવરાજસિંહની ગાડી પર હુમલો કરાયો હોવાનો આરોપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *