Bharuch: પીલુદ્રા નજીક ટ્રેલર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત, ચાલકનો ક્રેઈનની મદદથી બહાર કઢાયો મૃતદેહ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. અંકલેશ્વરના પીલુદ્રા ગામ નજીક આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નિપજ્યું છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત 

મળતી માહિતી અનુસાર, એક્સપ્રેસ વે પર આગળ જઈ રહેલા એક ટ્રેલરની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક ધડાકાભેર ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકનો આગળનો ભાગ (કેબિન) સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કેબિનમાં જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

રેસ્ક્યુ અને પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ હાઈવે ઓથોરિટી અને પાનોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ટ્રકનું કેબિન એટલી હદે દબાઈ ગયું હતું કે મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી. ભારે જહેમત બાદ ચાલકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને પગલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને મોટા પાયે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ક્રેઈન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ પર કરી માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Surat: પાલિકા કમિશનરનું ફેક એકાઉન્ટ, વિદેશી નંબરથી બનાવી નકલી પ્રોફાઈલ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *