Bhavnagar: શેત્રુંજી નદીમાં ડ્રોનની મદદથી ખનીજ ચોરીનો પર્દાફાશ, તળાજાના દાત્રાડ પાસે 20 લાખની મશીનરી જપ્ત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ રોકવા માટે ખાણ ખનીજ વિભાગે હવે ‘હાઈટેક’ અભિગમ અપનાવ્યો છે. તળાજા તાલુકાના દાત્રાડ ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીમાં લાંબા સમયથી ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે વિભાગે ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ હાથ ધર્યું હતું, જેમાં રેતી ચોરીનું કૌભાંડ રંગેહાથ ઝડપાયું છે.

શેત્રુંજી નદીમાં ખનીજ ચોરી 

ખનીજ વિભાગની ટીમે જ્યારે દાત્રાડ પાસે નદીના પટમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાં મોટા પાયે મશીનરી દ્વારા રેતીનું ખનન થઈ રહ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી એક જેસીબી (JCB), એક લોડર, એક ટ્રેક્ટર સહિત અંદાજે ₹20 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ડ્રોન ફૂટેજમાં ખનન પ્રવૃત્તિ સ્પષ્ટ દેખાઈ આવતા માફિયાઓને છટકવાની કોઈ તક મળી નહોતી.

ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ હાથ ધર્યું

આ ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા વાહનોના માલિકો સંજય ડાંગર અને કિશોર આલ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા આ વિસ્તારમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં માર્ગ અકસ્માતોની ગંભીર સ્થિતિ, બે વર્ષમાં 15,571 લોકોના કરૂણ મોત



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *