Bhavnagar News: મહિલા કોલેજ સર્કલ પાસે પુરાણની નબળી કામગીરીએ પોલ ખોલી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભાવનગર શહેરના અતિ વ્યસ્ત એવા મહિલા કોલેજ સર્કલ નજીક આજે માર્ગ અને મકાન વિભાગ તેમજ મનપાની કામગીરીની બેદરકારી સામે આવી છે. રોડની સાઈડમાં કરવામાં આવેલા નબળા પુરાણને કારણે એક ભારેખમ ટ્રક રસ્તામાં જ ફસાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શહેરના મુખ્ય માર્ગ પર સર્જાયેલી આ સ્થિતિએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

નબળી કામગીરીના કારણે ટ્રક ફસાયો

સ્થાનિકો પાસેથી મળતી વિગતો મુજબ, થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, રોડ બન્યાના ટૂંકા ગાળામાં જ લાઈન નાખવાની કામગીરી માટે રસ્તાને ફરી એક વખત તોડવામાં આવ્યો હતો. વારંવાર ખોદકામ અને ત્યારબાદ વ્યવસ્થિત આયોજનના અભાવે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

થોડા સમય પહેલા બનાવવામાં આવ્યો હતો આ રોડ

લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ જે તે એજન્સી દ્વારા ખાડાનું પુરાણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નહોતું. પુરાણમાં માટી અને પથ્થરો વ્યવસ્થિત ન દબાવ્યા હોવાથી આજે જ્યારે ત્યાંથી ટ્રક પસાર થયો, ત્યારે ટ્રકનું ટાયર જમીનમાં ધસી ગયું હતું. ટ્રક ફસાઈ જવાને કારણે હાઈવે અને સર્કલની આસપાસ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વિકાસના કામો માટે વારંવાર રસ્તા તોડવા અને ત્યારબાદ તેના રિપેરિંગમાં દાખવવામાં આવતી આવી બેદરકારીને કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *