
BLF Attack On Pakistani Army : પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ પાકિસ્તાની સેના પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભીષણ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. BLFના જણાવ્યા અનુસાર, ખારાન શહેરમાં કરવામાં આવેલા આ સમન્વિત હુમલામાં 50થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે.
9 કલાક સુધી ચાલ્યું લોહિયાળ જંગ
BLFના પ્રવક્તાએ જણાવ્યું કે, 15 જાન્યુઆરીના રોજ બપોરે ખારાન શહેરમાં તેમના લડાકુઓએ પ્રવેશ કરી આખા શહેર પર કબજો જમાવી લીધો હતો. આ સંઘર્ષ સતત 9 કલાક સુધી ચાલ્યો હતો.
