Bodeli:જબુગામ BOBમાં પાસબુક પ્રિન્ટર મશીન સેવાનો પ્રારંભ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં નવીન પાસબુક પ્રિન્ટર મશીન ઉપલબ્ધ થતાં જબુગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના બેંક ઓફ બરોડાના હજારો ખાતા ધારકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

જબુગામ બેંક ઓફ બરોડામાં હજારો ખાતા ધારકો પોતાના ખાતા ધરાવે છે. ત્યારે છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી બેંકમાં પાસબુક પ્રિન્ટર મશીન બંધ હોવાની સમસ્યાને કારણે ખાતા ધારકો હાડમારીનો સામનો કરી રહ્યાં હતા. ત્યારે જબુગામના ઉપ સરપંચ જયેન્દ્રસિંહ રણા તથા વેપારી અગ્રણી જીગ્નેશ પંચોલી દ્વારા જબુગામ બેંક ઓફ બરોડાના જવાબદાર અધિકારીઓને વારંવાર પ્રિન્ટર મશીન બાબતે રજૂઆત કરાતા જબુગામ બેંક ઓફ બરોડા શાખાના મેનેજર અંકિતકુમાર દ્વારા રજૂઆતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જબુગામ બેંક ઓફ બરોડામાં નવીન આધુનિક સુવિધાઓ સાથેનું પ્રિન્ટર મશીન ઉપલબ્ધ કરાયું છે. જેને લઇને બેન્કના ખાતા ધારકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, જબુગામ ટાઉન ઉપરાંત જબુગામની આજુબાજુના ગામડાંઓના તમામ ખાતા ધારકો પ્રિન્ટર મશીન બાબતે હેરાનગતિનો ભોગ બની રહ્યા હતા. પોતાના ખાતામાં જમા થયેલા તથા ઉપાડેલા વ્યવહારોની એન્ટ્રીઓ જોવા માટે તથા તેમના ખાતામાંથી કપાયેલા ચાર્જ જોવા માટે ગ્રાહકો પાસબુક પ્રિન્ટિંગ માટેનો આગ્રહ રાખતા હોય એ સ્વાભાવિક છે. ત્યારે લેખિત પાસબુક પ્રિન્ટર નથી થતી તે બાબતની વ્યાપક ફરીયાદો ઉઠી હતી. ત્યારે લોકોની રજુઆતોને ધ્યાનમાં રાખી બેંકના નવા બ્રાન્ચ મેનેજર અંકિતકુમાર દ્વારા સત્વરે નવીન આધુનિક સુવિધાવાળું પાસબુક પ્રિન્ટર મશીન શરૂ કરાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *