જીસીઈઆરટી (GCERT) ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) છોટાઉદેપુર દ્વારા આયોજિત, બોડેલી તાલુકાના શિક્ષકો માટે ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું.
તા. 16થી 18 દરમિયાન યોજાનાર તાલીમનો મુખ્ય વિષય આનંદદાયી શનિવાર અંતર્ગત શારીરિક શિક્ષણ, યોગ અને આપણી રમતો રખાઇ હતી. શિબિરમાં બોડેલી તાલુકાની વિવિધ શાળામાંથી 4 અલગ અલગ તાલીમ સ્થળો પર જેમાં બોડેલી BRC ભવન ખાતે 69, બોડેલી કન્યા શાળા PMશ્રી ગુજરાતમાં 39, નાની રાસ્કી શાળા ખાતે 36, અને કાશીપુરા ખાતે 37 એમ કુલ 181 જેટલા ઉત્સાહી શિક્ષકો સહભાગી થયા હતા. તાલીમમાં કુલ 15 તજજ્ઞ મિત્રો સેવા આપી હતી. તાલીમમાં આનંદદાયી શનિવારના અમલીકરણ માટે શારીરિક શિક્ષણ પર ભાર મૂકાયો હતો. જેમાં યોગ અને પ્રાણાયામના અભ્યાસ સાથે સ્વાસ્થ્ય લાભો વિશે માહિતી અપાઈ હતી.
