Borsad News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, સ્ટોરમાં મહિલા પર બુકાનીધારીએ ધડાધડ ફાયરિંગ કર્યું

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બોરસદના સિંગલાવની એક મહિલાની હત્યા કરાઈ છે. સાઉથ કેરોલીના યુનિયન કાઉન્ટીમાં હત્યા કરાઈ છે. મહિલા જીવ બચાવવા માટે સ્ટોર બહાર ભાગી હતી. બુકાની ધારીએ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને તેની હત્યા કરી નાંખી છે.

સાઉથ કેરોલીના યુનિયન કાઉન્ટીમાં હત્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે બોરસદના સિંગલાવ ગામના કિરણબેન પટેલના લગ્ન પેટલાદ તાલુકાના આશી ગામે થયા હતાં. તેઓ છેલ્લા 23 વર્ષથી અમેરિકા સ્થાઈ થયા હતાં. અમેરિકામાં તેઓ સ્ટોર ચલાવતા હતાં. આ દરમિયાન રાતના સમયે બુકાનીધારી સ્ટોરમાં આવી ચઢ્યો હતો અને અચાનક તેમની પર ગોળીઓ વરસાવા લાગ્યો હતો. કિરણબેન બચવા માટે ત્યાંથી ભાગ્યા હતાં.

કિરણબેન પોતાનો જીવ બચાવવા માટે સ્ટોરની બહાર ભાગ્યા હતાં

સાઉથ કેરોલીના યુનિયન કાઉન્ટીમાં કિરણબેન સ્ટોર ચલાવતા હતાં. રાતના સમયે અચાનક તેમના સ્ટોરમાં બુકાનીધારી ઘૂસી આવ્યો હતો. તેણે સ્ટોરમાં એકલા રહેલા કિરણબેન પર ફાયરિંગ કર્યું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યાં છે. કિરણબેન પોતાનો જીવ બચાવવા માટે સ્ટોરની બહાર ભાગ્યા હતાં. બુકાની ધારીએ ભાગી રહેલા કિરણબેન પર ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં આખરે મોતને ભેટ્યાં હતાં.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *