Botad: બરવાળા શહેરમાં બંધ મકાનોના તૂટ્યા તાળા, ચોરો હાથફેરો કરીને ફરાર થયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બોટાદ સહિત બરવાળા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે.જાણે ચોર અને તસ્કરોને પોલીસનો ડર જ નથી. તેમ બેફામ બનીને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.

બોટાદના બરવાળા શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં ચોરોએ ચોરી કરી હતી. શહેરના ખોડિયારનગર વિસ્તાર, આંબેડકરનગર વિસ્તારમાં ચોરી થઈ હતી. જે મામલે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. 

બરવાળામાં તસ્કરોએ ચોરી કરી

બરવાળા શહેરમાં ચોરોએ ખોડિયારનગર, આંબેડકરનગરમાં ચોરો હાથફેરો કરીને નાસી ગયા હતા. તો માર્કેટિંગ યાર્ડ પાછળ એક મકાનમાં ચોરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. બરવાળાના ખોડિયારનગરમાં સુરેશ શાહના બંધ મકાનના તાળા તૂટ્યા હતા. ચોરોએ સુરેશ શાહના મકાનમાં ઘૂસીને બંધ રૂમનું તાળું તોડ્યું હતું. ઘરમાં રહેલા 70 હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના મળીને કુલ 1.10 લાખની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા.

ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી

બરવાળામાં બીજી ચોરીની ઘટના બની હતી. આંબેડકરનગરમાં રહેતા અનિલ ચાવડાના મકાનમાં ચોરી થઈ હતી. જેમાં ચોરો ઘરનો દરવાજો તોડીને ઘરમાં રહેલું કરિયાવર, ઘરવખરીનો સામાન ચોરી ગયા હતા. ખોડિયારનગર વિસ્તારમાં સુરેશ શાહના ઘરમાં ચોરી થઈ હતી. સુરેશ શાહના પુત્ર નૈતિક શાહે અજાણ્યા શખ્સો સામે બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બરવાળા પોલીસે ચોરીની ફરીયાદ નોંધીને તસ્કરોને પકડવા તજવીજ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *