Botad News: ઘેલો નદીમાં ન્હાવા પડેલા અમરેલીના યુવકનું ડૂબી જવાથી મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ગઢડામાં આવેલી ઘેલો નદીના કિનારેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રમાઘાટ ડેમ પાસે આવેલા પાણીના ખાડામાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકનું મોત ન્હાવા પડતી વખતે ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે મેળવી મૃતકની ઓળખ

ઘટનાની જાણ થતા જ ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ પલાસ તથા પીએસઆઈ હેરમા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પાણીની બહાર કાઢી તપાસ હાથ ધરતા મૃતક યુવકની ઓળખ જાફરશા મહમદશા પઠાણ (રહેવાસી અમરેલી) તરીકે થઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, યુવક નદીના પાણીમાં ન્હાવા માટે પડ્યો હતો, પરંતુ પાણીના ઉંડાણનો અંદાજ ન આવતા તે ડૂબી ગયો હતો.

પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો મૃતદેહ

પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ (PM) માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યો છે. અમરેલીના આ યુવકનું ગઢડામાં કયા કારણોસર આગમન થયું હતું અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ હતી કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. નદી કિનારે આ રીતે બનેલી અકસ્માત મોતે મોતની ઘટનાને પગલે ગઢડા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો – Botad : શેરબજારના નામે ઓનલાઇન ઠગાઇ કરતી ટોળકી ઝડપાઇ, એપના માધ્યમથી વધુ નફાની લાલચ આપી છેતરતા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *