Botad News : બોટાદમાં માર્ગ સલામતીનાં વિશેષ અભિયાન અંતર્ગત, વાહનો પર રેડિયમ પટ્ટી લગાવાઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

આ અભિયાન અંતર્ગત વિવિધ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યાં, જેથી ખાસ કરીને રાત્રિના સમયમાં વાહનોની દૃશ્યતા વધે અને અકસ્માતોની સંભાવના ઘટે.

અકસ્માતો ઘટાડી લોકોનું અમુલ્ય જીવન બચાવી શકાય

મોટર વાહન નિરિક્ષક જીગર એસ.રાઠોડના માર્ગદર્શન હેઠળ આ રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે રાત્રે ઓછી લાઇટ અથવા ધુમ્મસ જેવી પરિસ્થિતિમાં વાહનો દેખાતા નથી તેમા રેડિયમ રિફ્લેક્ટર લગાવવાથી અન્ય વાહનચાલકોને સમયસર વાહન દેખાય શકે છે અને માર્ગ પર સલામત અંતર જાળવવામાં સહાય મળે છે. એઆરટીઓ બોટાદ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા અને અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે આવી પહેલો આગળ પણ ચાલું રાખવામાં આવશે જેથી અકસ્માતો ઘટાડી લોકોનું અમુલ્ય જીવન બચાવી શકાય.

આ પણ વાંચો : Agriculture News : પ્રાકૃતિક ખેતીને બળ,‘ડિજિટલ સોઈલ હેલ્થ કાર્ડ’ દ્વારા આંગળીના ટેરવે જમીનનું સ્વાસ્થ્ય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *