BSF દ્વારા રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવા માટે મોટરસાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 176 બટાલિયન BSF ભુજ ખાતે યોજાનારી 61મી BSF રાઇઝિંગ ડે પરેડ 2025ના અનુસંધાને આ રેલી જમ્મુ-કાશ્મીરથી પશ્ચિમ સરહદી ભુજ સુધીની યાત્રા પર છે. આ રેલી આજે કચ્છના પ્રવેશદ્વાર આડેસર પહોંચી હતી.આડેસરથી આગળ વધીને રેલી હાઈવે પટ્ટી પર આવેલા ગાગોદર ગામે પહોંચી હતી. અહીં ગાગોદર પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. સેગલ અને પોલીસ સ્ટાફ દ્વારા BSF જવાનોનું ઢોલ-શરણાઈ, ડી.જે. અને રાષ્ટ્રભક્તિના ગીતો સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાગોદર ગામના આગેવાનો અને કુમાર પ્રાથમિક શાળા પરિવારે પણ જવાનોનું વિશેષ સન્માન કર્યું હતું. મહિલા પોલીસકર્મીઓ દ્વારા બાઇક સવાર BSF જવાનોને કુમકુમ તિલક કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ રેલી આજે મોડી રાત્રે ભુજ પહોંચવાની અપેક્ષા છે.
BSFની રાષ્ટ્રીય એકતા બાઇક રેલી કચ્છ પહોંચી:જમ્મુથી ભુજ યાત્રા, 61મા BSF રાઇઝિંગ ડે માટે જાગૃતિ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
