
CBSE Board Exam On-Screen Marking : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આગામી બોર્ડ પરીક્ષાઓ માટે મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ પારદર્શક, સચોટ અને આધુનિક બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. 2026ની ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓના પેપર હવે પેન અને કાગળનો ઉપયોગ કરવાને બદલે ડિજિટલ સ્ક્રીન પર ચેક કરવામાં આવશે. CBSEએ આ નિર્ણય મુખ્યત્વે પરિણામોમાં માનવીય ભૂલો ઘટાડવા અને મૂલ્યાંકન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે લીધો છે.
જાણો શું છે OSM સિસ્ટમ
આ CBSEની નવી ડિજિટલ અસેસમેન્ટ પ્રક્રિયા છે, જે હાલમાં 12માની બોર્ડ પરીક્ષાના પેપર ચેક કરવા માટે લાગુ અપનાવવામાં આવશે.
