આજથી CBSE બોર્ડ પરીક્ષાઓ રાજ્યભરમાં શરૂ થઈ રહી છે. શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગે બોર્ડ પરીક્ષાઓ સુચારુરુપે પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવી દીધી છે. રાજ્યમાં અંદાજે 80 હજાર વિદ્યાર્થીઓ આજે મહત્વપૂર્ણ પરીક્ષા આપશે.
ધોરણ-10માં 45 હજારથી વધુ વિદ્યાર્થી
સુત્રોએ જણાવ્યું કે રાજ્યમાં ધોરણ-10માં 45 હજારથી વધુ જ્યારે ધોરણ-12માં 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.. ધોરણ-10ની પરીક્ષા 17 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે અને 11 માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ-12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10 એપ્રિલના રોજ પૂર્ણ થશે
સુરત શહેરમાં 21 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે
સુરત શહેરમાં 21 કેન્દ્રો પર પરીક્ષા યોજાનારી છે અને કુલ 16,415 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે.ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે ગણિત (સ્ટાન્ડર્ડ અને બેઝિક)નું વિષય છે. ધોરણ 10માં 7,765 અને ધોરણ 12માં 8,650 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે. તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરક્ષા અને નિયમિત વ્યવસ્થાની ખાતરી કરવામાં આવી છે.
વડોદરામાં પણ 12 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન
વડોદરામાં પણ 12 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ધોરણ 10–12ના 16 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વિદ્યાર્થીઓને ઘરેથી વહેલા નિકળવા અપીલ
વિદ્યાર્થીઓને આગ્રહ સાથે જણાવાયું છે કે તેઓ સમયસર અને સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે માટે ઘરમાંથી વહેલા પ્રસ્થાન કરે. શિક્ષણ અધિકારીઓએ પરીક્ષા દરમિયાન નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવું અનિવાર્ય હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
