Chhota Udepur : ગોલા ગામડી ચેકપોસ્ટમાં ડ્રાઈવર કરે છે રોયલ્ટી ચેક કરવાનું કામ, અધિકારીએ કહ્યું હું બહાર ચેકિંગમાં જાઉં તો ચેકપોસ્ટ સાથે લઇને જાઉં..?

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

છોટાઉદેપુર જિલ્લાના ગોલા ગામડી પાસે આવેલી ખાણખનિજ વિભાગની ચેકપોસ્ટ પર ગંભીર બેદરકારી સામે આવી છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ગેરહાજરીમાં તેની જવાબદારી અધિકારીના ડ્રાઈવર દ્વારા સંભાળવામાં આવી રહી હોવાનું ખુલ્યું છે, જે સમગ્ર વિભાગની કામગીરી પર સવાલો ઉભા કરે છે.

રોયલ્ટી ચેકિંગ જેવી મહત્વપૂર્ણ કામગીરી અધિકારીના બદલે ડ્રાઈવર દ્વારા કરાય છે

પ્રાપ્ત વિગતો અનુસાર, રોયલ્ટી ચેકિંગ જેવી મહત્વપૂર્ણ કામગીરી અધિકારીના બદલે ડ્રાઈવર દ્વારા કરવામાં આવી રહી હતી. આ દરમિયાન રોયલ્ટી ઇન્સ્પેક્ટર ચેકપોસ્ટ પર પહોંચતા તેમણે પ્રશ્નો સામે ઉડાઉ જવાબો આપ્યા હતા.

હું બહાર ચેકિંગમાં જાઉં ત્યારે ચેકપોસ્ટ સાથે લઈ ને જાઉં.

રોયલ્ટી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, માણસ ના હોય, કામમાં ગયા હોય ત્યારે એન્ટ્રી કરવા માટે જોઈએ ને? તેમણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે “હું બહાર ચેકિંગમાં જાઉં ત્યારે ચેકપોસ્ટ સાથે લઈ ને જાઉં.”

વિભાગની કામગીરીમાં બેદરકારી

આ નિવેદનોને કારણે વિભાગની કામગીરીમાં બેદરકારી અને જવાબદારીના અભાવની સ્પષ્ટ ઝલક જોવા મળી છે. મહત્વની વાત એ છે કે, રોયલ્ટી ચેકિંગ જેવી કાયદેસર જવાબદારી અધિકારીના બદલે ડ્રાઈવર કરી રહ્યો હોવા છતાં અધિકારી બેફિકર દેખાયા હતા.

જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

આ સમગ્ર ઘટનાને લઈ એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયો વાયરલ થતાં ખાણખનિજ વિભાગની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ ઉઠી છે.

આ પણ વાંચો—-     Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો…પરિવારે શું કર્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *