Chhota Udepur: વૃદ્ધ મહિલાના કાનમાંથી વાળી ખેંચી ગઠિયો ફરાર, સ્ક્રેપની દુકાને ગ્રાહકના સ્વાંગમાં આવી ગોલ્ડ સ્નેચિંગ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

છોટાઉદેપુરના કસ્બા પિક અપ વિસ્તારમાં સ્ક્રેપની દુકાનમાં વૃદ્ધાની ગોલ્ડ સ્નેચિંગની ઘટના સામે આવી છે. એક ગઠીયો દુકાનમાં બેઠેલી વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની વાળી ખેંચી ફરાર થઈ ગયો હતો.

ગઠીયો ગ્રાહકના સ્વાંગમાં આવ્યો

ઘટના મુજબ પીડિત વૃદ્ધા દુકાનમાં બેઠી હતી અને એક શખ્સ PWD માંથી આવીએ છીએ, સ્ક્રેપ આપવાનું છે એમ કહી ગઠીયો ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો.

એક દુકાનની બહાર બાઇક પર થોડે દુર ઊભો રહ્યો

 બાઇક પર આવેલા બે ગઠિયાઓમાંથી એક તો દુકાનની બહાર બાઇક પર થોડે દુર ઊભો રહ્યો હતો અને બીજાએ દુકાનમાં પ્રવેશીને વાતચીત શરુ કરી હતી

ઠીયા પોણા તોલાની સોનાની વાળી લઇ ભાગી છુટ્યા

અચાનક ગઠિયાએ વૃદ્ધાના કાનમાંથી સોનાની વાળી ખેંચી લીધી હતી અને દોડીને બાઇક પર બેસી ગયો હતો અને બંને ગઠીયા ફરાર થઇ ગયા હતા. ગઠીયા પોણા તોલાની સોનાની વાળી લઇ ભાગી છુટ્યા હતા

પોલીસ તપાસ શરુ

મહિલાએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવીને CCTV ફૂટેજ ચેક કરીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો—–    Surat : જમીન કૌભાંડના આરોપી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી, આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂકપ્રેક્ષક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *