- CM ભૂપેન્દ્ર પટેલે કરી માતાજીની પૂજા
- સિદસરમાં કાર રેલીનો યોજાયો વર્લ્ડ રેકોર્ડ
- ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે હતા. જ્યાં તેમણે જામજોધપુરમાં શ્રી સિદસર ઉમિયા માતાજી મંદિર ખાતે ઉમિયા માતાના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે વિધિ વિધાન સાથે માતાજીની પૂજા અર્ચના પણ કરી હતી.
મહત્વનું છે કે સિદસર ઉમિયા ધામમાં માતાજીના પ્રાગટ્યના 125 વર્ષનો મહામહોત્સવ આયોજીત કરવામાં આવ્યો છે. આ દરમિયાન બિલ્વપત્ર કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના દરેક ગામ કે શહેરમાંથી 125 કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે જામનગરથી ઉમિયાધામ સિદસર જવા માટે 2000 ગાડીની કાર રેલી કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાતના અનેક સ્થળોએથી વિશાળ સંખ્યામાં કારની રેલી નીકળીને માતાજીના ધામ સિદસર ખાતે પહોંચી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. આ પ્રસંગે આ વિશ્વ રેકોર્ડની નોંધ માટે ઉમિયાધામ સિદસર ખાતે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, અને તેમણે આ અચીવમેન્ટને લઈને સર્ટીફિકેટ પણ આપ્યું હતું.
મહત્વનું છે કે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ ચીમનભાઈ સાપરિયા અને પાટીદાર સમાજના અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં કાર રેલીનો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો જેનું સર્ટીફિકેટ પણ તેમની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું.
