Dahej: બંધ પડેલા બીટા પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં અફરાતફરી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

દહેજ સેઝમાં આવેલી કંપનીમાં રવિવારના રોજ બીટા પ્લાન્ટમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રવિવારના રોજ મેઘમણી કંપનીના બંધ બીટા પ્લાન્ટમાં એકા એક આગ લાગી હતી. એટલી ભીષણ હતી.કે, આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. આગની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરતાં બે થી અઢી કલાક બાદની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની લાગવાની જાણ થતાં સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, GPCB અને પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ દોડી આવ્યા હતાં. જોકે બંધ પ્લાન્ટમાં આગ ક્યાં કારણો સર લાગ તે હજીય જાણી શકાયું નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *