ડાકોર – મહુધા ટી પોઈન્ટ પર ગુરુવારની રાત્રીના સુમારે એક બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. જેના પર સવારે બે યુવાનોને ગંભીર ઈજા પહોંચતા વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં 1નું મોત નિપજયું હતું, જ્યારે બીજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
વડોદરાના વાઘોડિયામાં રહેતા મયુરભાઈ મહેશભાઈ વસાવા તથા તેનો મિત્ર મેહુલ કરશનભાઈ વસાવા બંને તેના મામાની બાઈક લઈને ગત તા.4થીએ વડોદરાથી ફાગવેલ જવા નીકળ્યા હતા. વડોદરાથી ઓડ ઉમરેઠ પસાર કરી ડાકોર બ્રિજ પરથી આગળ જતા પાછળ આવતી અન્ય એક બાઈકના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને મયુરભાઈએ તેમની બાઈકને બ્રેક મારતાં બાઈક સ્લીપ ખાઈ હતી. બંને મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી હોઈ 108 મારફતે વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવારમાં બીજા દિવસે સાંજે મેહુલનું અવસાન થયું હતું. જ્યારે મયુરને પગે સળિયો નાંખવો પડયો હતો. આ મામલે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
