devgadh baria: ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી, બે લોકોના ઘટના સ્થળે મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાતમાં હાઈવે પર કે શહેરના રોડ પર પસાર થતાં ડમ્પર દ્વારા અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. નદીમાંથી રેતી ભરીને જતા ડમ્પરો બેફામ સ્પીડે દોડી રહ્યાં છે. દેવગઢ બારીયા નજીક રેતી ભરેલા ડમ્પરે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આકલી ગામ નજીક ડમ્પરે મારી બાઇકને ટક્કર

પ્રાપ્ત વિગતો પ્રમાણે દેવગઢ બારિયાના આકલી ગામ નજીક રેતી ભરીને જતા ડમ્પરે તગારા વેચી પરત ફરી રહેલા બાઈક ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે એક મહિલાને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. નંદાનાથ કાલુનાથ જોગી અને પાર્વતી કાનાનાથ જોગીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જી ડમ્પર ચાલક થયો ફરાર

આરતી નંદાનાથ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં.અકસ્માત બાદ ડમ્પર ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. નદીમાંથી રેતી ભરીને પસાર થતાં ડમ્પરો અંગે સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. અનેક રજૂઆતો કરવા છતાં કોઈ એક્શન નહીં લેવાતા લોકો રોષે ભરાયા હતાં.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *