ધોળકા તાલુકાની ચલોડા ગામની શ્રી સી. બી. પટેલ વિદ્યાવિહાર ચલોડા ખાતે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અને સરકારી – પોલીસ ખાતામાં પસંદગી પામેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. રાષ્ટ્રીય પર્વની સમારોહમાં વાઘેલા જયદેવ રઘુવીરસિંહ, રબારી શૈલેષભાઇ લાલજીભાઈ, રાઠોડ સોનલબેન રાજેશભાઈ અને ભરવાડ અનિકેત તેમજ એસબીઆઈ બેંકમાં પસંદગી પામેલ સ્મિતાબેન હરિભાઈ સોયંતરને શ્રી ચલોડા ગ્રુપ કેળવણી મંડળનાં સભ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં. ગામ, સમાજ, કુટુંબ અને શાળાનું ગૌરવ વધારવા બદલ આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યાં. સમસ્ત શાળા પરિવાર અને ગ્રામજનોએ સન્માનિત વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. વિશેષરુપે શાળા પરિવારે ભવિષ્યમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા માટે શુભકામના પાઠવી હતી.
Dholka: ચલોડા ગામની શ્રી સી.બી.પટેલ વિદ્યાવિહારમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
📅 Published: February 18, 2026 |
📂 Category: Uncategorized
