Disa:રાયડાના તેલમાંથી મળતા યુરેકિક એસિડનો ઉપયોગ વાહનોના કાચ અને અન્ય વસ્તુના નિર્માણમાં થાય છે

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાતમાં ઉત્પાદિત થતા રાયડા (Mustard Seed) તેલની ગુણવત્તા અને નિકાસની સંભાવનાઓનો અભ્યાસ કરવા માટે અમેરિકા અને નેધરલેન્ડની આયાત-નિકાસનું કામ કરતી પાર્ટીઓએ ડીસા માર્કેટયાર્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી રાજ્યના રાયડા તેલને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ મળી રહેવાની સંભાવના વધી છે. ડીસા માર્કેટયાર્ડ ખાતેની મુલાકાત દરમિયાન વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓએ અહીંના રાયડાના જથ્થાની ચકાસણી કરી હતી.

આ બાબતે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રાયડો ઉત્પાદિત થાય છે. તેમાં યુરેકિક એસિડનું પ્રમાણ લગભગ 47 થી 48 ટકા જેટલું હોય છે. આ યુરેકિક એસિડનો ઉપયોગ ફોરેનમાં વાહનોના કાચ અને અન્ય વસ્તુઓના નિર્માણમાં થતો હોવાથી આ તેલની ગુણવત્તાની નિકાસ માટે ખૂબ જ સારી માંગ છે. નેધરલેન્ડ અને અમેરિકાની નિકાસકારોની આ પાર્ટી સાથે મુંબઈ સ્થિત ડીપી રિફાઈનરીના કન્સલ્ટિંગ એક્સપર્ટસ પણ જોડાયા હતા. આ તમામ લોકો રાયડાની ગુણવત્તા અને નિકાસના કામકાજના અભ્યાસ અર્થે ડીસા માર્કેટયાર્ડ આવ્યા હતા. વેપારીઓના જણાવ્યા અનુસાર વિદેશી બજારમાં ભારતીય રાયડા તેલની માંગ સારી છે. જેના કારણે આ પાર્ટીઓ માલની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે ખાસ અહીં આવ્યા હતા. આ મુલાકાત ખેડૂતો અને વેપારીઓ માટે નિકાસના નવા દરવાજા ખોલી શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *