Disa : સીપુ કેનાલમાં ગાબડું સફાઈ અને રિપેરિંગ બાદ પ્રથમ વરસાદમાં જ નહેર ધોવાઈ ગઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ડીસા તાલુકાના વિઠોદર ગામ પાસે પસાર થતી સીપુ જળાશય યોજનાની કેનાલમાં મસ મોટું ગાબડું પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. ગુરૂવારે વહેલી સવારે ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરોનું પાણી કેનાલમાં પ્રવેશ્યું હતું જે પાણી વિઠોદર ગામ પાસે ઓવરફ્લો થતા કેનાલમાં અનેક જગ્યાઓએ મોટા ગાબડું પડયું હતું. જેના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા મગફળીના પાકમાં મોટો નુકસાન થયું હતું.

સીપુ જળાશય યોજનાની કેનાલ પસાર થાય છે આ કેનાલમાં વરસાદી પાણી આવતા કેનાલ ઓવરફલો થઈ હતી. જેના કારણે આ સીપુ જળાશય યોજનાની કેનાલ અનેક જગ્યાએ થી તૂટી જતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. આ કેનાલમાં પાણી આવી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી સીપુ ડેમમાં પાણી ન હોવાના કારણે આ કેનાલમાં કોઈપણ જગ્યાએ રીપેરીંગ કરવામાં આવ્યું ન હતું બીજી તરફ આ કેનાલમાં સીપુ ડેમ જળાશય યોજનાના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારે સાફ સફાઈ કરવામાં ન આવતા આ કેનાલ વરસાદી પાણીથી ઓવરફલો થઈ હતી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *