
Singur Tata Nano movement history : પશ્ચિમ બંગાળના સિંગુર આંદોલનની આસપાસ ખેલાયેલા રાજકારણે આખા દેશનો ઈતિહાસ બદલી નાખ્યો હતો. જે જમીન પરથી ટાટા નેનોની વિદાય થઈ હતી, એ જ ધરતી પર 18 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જનસભા સંબોધી છે. ટાટા નેનો પ્રોજેક્ટ વિરુદ્ધના સિંગુર આંદોલનના કારણે જ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઔદ્યોગિક વિકાસ અને સત્તા સંઘર્ષનો મુદ્દો ફરી ગરમાયો છે. માર્ચ-એપ્રિલ 2026માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે સિંગુરમાં જનસભા કરવાનું નક્કી કરીને ભાજપે જાણે ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે…
