
China’s Great Green Wall : ચીનનું ટાકલામાકન રણ વિશ્વના સૌથી મોટા રણોમાંનું એક છે. આશરે 3,37,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ રણને ભૂતકાળમાં ‘જૈવિક શૂન્યતા’ માનવામાં આવતો હતો, કેમ કે અહીં કુદરતી વનસ્પતિ લગભગ શૂન્ય બરાબર હતી. પણ, ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ચીને નપાણીયા રેગિસ્તાનમાં પણ જાદુ સર્જ્યો છે અને જ્યાં ભાગ્યે જ કશું ઉગતું એવા રણમાં 66 અબજથી વધુ વૃક્ષો ધરાવતું જંગલ લહેરાતું કરી દીધું છે. ચાલો જાણીએ કે ચીને આ ચમત્કાર કઈ રીતે કર્યો.
ટાકલામાકન રણની ભૂગોળ કઠોર છે
