
મુંબઈ : નાણા પ્રધાન નિર્મલા સીતારામન જાણે કે શેર બજારના વર્ગથી નારાજ હોય એમ દરેક સમયે શેર બજારના ટ્રેડરો, ઈન્વેસ્ટરોને નારાજ કરતા રહી આ વખતે પણ દુ:ખદ આશ્ચર્ય સર્જયું છે. યુવા વર્ગને બરબાદીના માર્ગ પર લઈ જતાં અટકાવવાના એકમાત્ર સંભવિત શુભઈરાદાથી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ ( એફ એન્ડ ઓ)માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં કરાયેલા તીવ્ર વધારો એફ એન્ડ ઓ ટ્રેડરો માટે ઓવરડોઝ સાબીત થવાના પ્રત્યાઘાતે આજે શેર બજારની તબિયત લથડી ગઈ હતી.
નાણા વર્ષ ૨૦૨૬-૨૭ માટેના કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને એફ એન્ડ ઓ સોદા પરના એસટીટીમાં એકઝાટડે ૧૦૦થી ૧૫૦ ટકાનો વધારો ઝીંક્યો છે. ફયુચર્સ સોદા પરનો એસટીટી ૦.૦૨ ટકાથી વધારીને ૦.
