Gandhinagar News:ગુજરાતની નાણાકીય સ્થિતિ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ, રાજ્યનું દેવું 14.65 ટકા સુધી મર્યાદિત: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2026-27નું અંદાજપત્ર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું. તેમણે સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કર્યું છે. ગૃહમાં રાજ્યનું 4.8 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ બ્રેક બજેટ જાહેર કરાયું છે. બજેટ રજૂ કર્યા બાદ નાણાં મંત્રીએ પત્રકાર પરિષદ કરી હતી.

2005માં નિયત કરાયેલા તમામ માપદંડનું પાલન કરાયું

નાણાં મંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, રાજ્યનું વર્ષ 2026-27નું 4.08 લાખ કરોડનું બજેટ જાહેર કરાયું છે. જે ગત વર્ષ કરતાં 37803 કરોડ રૂપિયા જેટલુ વધારે છે. ઈન્ફ્રાસ્ટ્રકચરના બજેટમાં ગત વર્ષ કરતાં 40 ટકાનો વધારો કરાયો છે. પ્રવાસન સ્થળો પર વિકાસ કરવા માટે ભાર મુકાયો છે. રાજ્યની નાણાકીય સ્થિતિ સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ છે. 2005માં નિયત કરાયેલા તમામ માપદંડનું પાલન કરાયું છે.

રાજ્યના નાગરિકોની માથાદીઠ આવક 3 લાખને પાર

નાણાં મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત માટે સરકાર હજી ત્રણ ટકા સુધી દેવું કરી શકે એવી સ્થિતિ છે. હાલમાં રાજ્યનું દેવું 14.65 ટકા સુધી મર્યાદિત છે. સરકારને 5.95 ટકાના વ્યાજે લોન મળે છે. રાજ્યના નાગરિકોની માથાદિઠ આવક ત્રણ લાખને પાર થઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Industry Mines Budget 2026: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹13942 કરોડની જોગવાઇ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *