Godhara: ગોધરામાં સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમમાં સેંકડો લોકો જોડાયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગોધરામાં કેન્દ્ર સરકારના ફ્ટિ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ હેઠળ પ્રથમવાર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતવીરો તેમજ સ્વાસ્થ્યપ્રેમી લોકો જોડાયા હતા.

આ સાયકલ રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, દૈનિક જીવનમાં વ્યાયામનું મહત્વ સમજાવવા તેમજ પર્યાવરણને અનુકૂળ પરિવહન સાધન તરીકે સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. સાયકલિંગથી હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા રોગો સામે રક્ષણ મળે છે, તેમજ પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના બામરોલી રોડ પરથી આ રેલી શરૂ થઈ હતી, જે ગદુકપુર બાયપાસ ચોકડી, પરવડી ચોકડી, દાહોદ રોડ થઈને પરત બામરોલી રોડ પર પહોંચી હતી. ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના આયોજકોના જણાવ્યા અનુસાર, આ રેલી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ શહેરના નાગરિકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *