Gondal : પોલીસ ભરતી દરમિયાન કરુણ ઘટના, શારીરિક કસોટીમાં 25 મિનિટની મર્યાદા સામે 23 મિનિટમાં દોડ પૂર્ણ કરનારા યુવકનું હાર્ટ એટેકથી મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગોંડલ ખાતે ચાલી રહેલી ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક કરુણ ઘટના સામે આવી છે. શારીરિક કસોટીમાં દોડ પૂર્ણ કર્યા બાદ કોડીનારના યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં ભરતી પ્રક્રિયામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

25 મિનિટની મર્યાદા સામે યુવકે 23 મિનિટમાં દોડ પૂર્ણ કરી

મૃતક યુવક કોડીનારનો વતની હતો અને પોલીસ બનવાનું સપનું લઈને ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. શારીરિક કસોટીમાં 25 મિનિટની મર્યાદા સામે યુવકે 23 મિનિટમાં દોડ પૂર્ણ કરી હતી અને દોડમાં પાસ થયો હતો.

 નીતિન ચૌહાણે પણ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો

મળેલી માહિતી પ્રમાણે કોડીનારના એમએસસી થયેલા 27 વર્ષની નીતિન ચૌહાણે પણ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો

યુવકને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો

દોડ પૂર્ણ કર્યા બાદ રૂમ તરફ જતાં યુવકને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. સાથે રહેલા મિત્રોએ તાત્કાલિક તેને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચાડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન યુવકે અંતિમ શ્વાસ લીધા હતા.

 પરિવારજનોમાં શોકની લાગણી

આ ઘટનાથી યુવકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે ભરતી મેદાન પર હાજર ઉમેદવારો અને અધિકારીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા.

આ પણ વાંચો—–     Gujarat Weather : આગામી 24 કલાક મધ્ય-ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *