Gondal : 8 મહિનાની ગર્ભવતી મહિલાનું કૂવામાં પડી જતા મોત, બે નાની દીકરીઓએ માતાની છાયા ગુમાવી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગોંડલમાં મોવિયા-શિવરાજગઢ રોડ પર એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં 24 વર્ષીય લક્ષ્મીબેન સુનિલભાઈ ભાભોરનું અચાનક કૂવામાં પડી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટના એટલી કરુણ છે કે લક્ષ્મીબેન 8 માસની ગર્ભવતી હતી અને આ ઘટનામાં બાળકનું પણ માતાનો કોખમાં જ મોત થયું છે.

શ્રમિક પરિવાર છેલ્લાં 8 વર્ષથી ગોંડલમાં રહીને જીવન ગુજારતો

મળ મધ્યપ્રદેશનો આ શ્રમિક પરિવાર છેલ્લાં 8 વર્ષથી ગોંડલમાં રહીને જીવન ગુજારતો હતો. લક્ષ્મીબેનના પતિ સુનિલભાઈ સહિત પરિવાર આજે શોકમાં છે. લક્ષ્મીબેનના સંતાનમાં બે નાની દીકરીઓ છે, જેમણે આ દુઃખદ બનાવ પછી આજે તેમની માતાની છત્રછાયા ગુમાવી છે

મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

ઘટના બાદ, ગોંડલ પોલીસ દ્રારા તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતકનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેમજ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

આ પણ વાંચો—–    Surat : જમીન કૌભાંડના આરોપી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી, આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂકપ્રેક્ષક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *