Gujarat Budget 2026: રાજ્યના 90% થી વધુ ખેતીવાડી વીજ ગ્રાહકોને હવે દિવસે વીજળી, નવી જોગવાઈ માટે 500 કરોડ ફાળવાયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27ના બજેટમાં ઊર્જા ક્ષેત્રને આધુનિક અને ખેડૂતલક્ષી બનાવવા માટે ₹18,842 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ બજેટમાં સૌર ઊર્જા, ખેતીવાડી વીજ પુરવઠો અને ઈલેક્ટ્રિક વ્હિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ખેડૂતો માટે ‘કિસાન સૂર્યોદય યોજના’

રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ 17,249 ગામો પૈકી 17,052 ગામોમાં (લગભગ 19.09 લાખ ગ્રાહકોને) દિવસે વીજળી પૂરી પાડવામાં સફળતા મળી છે. આ યોજનાને વધુ મજબૂત કરવા ₹500 કરોડ ફાળવાયા છે. ઉપરાંત નવા કૃષિ વીજ જોડાણો માટે ₹1166 કરોડની જોગવાઈ. પી.એમ. કુસુમ યોજના હેઠળ સોલાર પંપ માટે ₹200 કરોડ.ખેતીવાડી ફીડર સુધારણા માટે ‘સર્જન યોજના’ હેઠળ ₹25 કરોડ.

 આદિજાતિ અને સાગરકાંઠા વિકાસ

આ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ₹350 કરોડની જોગવાઈ. જનજાતિય કલ્યાણ યોજના હેઠળ ગુણવત્તાયુક્ત વીજળી માટે ₹201 કરોડ.

 આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી

 વીજ સલામતી વધારવા ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવા ₹100 કરોડ. ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશનોના વિકાસ માટે ₹50 કરોડ.રાજ્યના યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો મળે તે માટે ગ્રીન અને વીજ સલામત ઝોન બનાવવા ₹100 કરોડ. રસ્તા પહોળા કરતી વખતે વીજ લાઈનો ખસેડવા માટે ₹125 કરોડ.

સુરક્ષા અને ઈનોવેશન

વીજ કર્મચારીઓની સુરક્ષા અને સાધનો માટે ₹7 કરોડ.ઊર્જા ક્ષેત્રે નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ‘એનર્જી ઈનોવેશન ફંડ’ હેઠળ ₹5 કરોડ.

આ પણ વાંચો: Gujarat Budget 2026: બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 4314 કરોડની માતબર ફાળવણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *