Gujarat Budget 2026 : શું તમે જાણો છો કે ગુજરાતનું પહેલું બજેટ કેટલા રુપિયાનું હતું ? વાંચો ગુજરાત બજેટની રસપ્રદ વાતો

📅 Published: February 17, 2026 | 📂 Category: Uncategorized

આવતીકાલે 18 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુ દેસાઇ રાજ્યનું બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે ગુજરાતનું પહેલું બજેટ માત્ર 115 કરોડ રુપિયા હતું

ડૉ. જીવરાજ મહેતાએ પહેલું બજેટ રજૂ કર્યું હતું

1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી અલગ પડ્યા બાદ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમ બજેટ રજૂ થયું હતું. તે પહેલીવાર ડૉ. જીવરાજ મહેતા દ્વારા 22 ઓગસ્ટ 1960ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું. ડૉ. જીવરાજ મહેતા એ સમયે મુખ્યમંત્રી તેમજ નાણાંમંત્રી બંને હતા અને તેમના પ્રખર નેતૃત્વ હેઠળ રાજ્યનું પહેલું બજેટ તૈયાર થયું.

 પહેલું બજેટ કુલ 115 કરોડ રૂપિયાનું હતું,

ગુજરાતનું પહેલું બજેટ કુલ 115 કરોડ રૂપિયાનું હતું, જેમાં ખાદ્યાન્ન માટે 3 કરોડ 87 લાખ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે નાણાકીય વર્ષ માર્ચથી શરૂ થાય છે, પરંતુ 1 મેના રોજ રાજ્યના સ્વતંત્રરૂપથી સ્થાપિત થતાં પહેલા બજેટ ઓગસ્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના બજેટમાં સતત વૃદ્ધિ જોવા મળી

આ સમયગાળાથી ગુજરાતના બજેટમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. પાછલા વર્ષોમાં રાજ્યની આર્થિક પ્રગતિને ધ્યાને રાખીને બજેટનું કદ ઘણું વધ્યું છે. વર્ષ 2022-23 માટે બજેટ 2,43,965 કરોડ, વર્ષ 2023-24 માટે 3.12 લાખ કરોડ અને ગયા વર્ષે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે 3,32,465 કરોડ રૂપિયાનો ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું

રાજ્યની વિકાસયાત્રાને દર્શાવે છે

ગુજરાતના બજેટ ઈતિહાસમાં શરૂઆતથી આજે સુધી એક-એક પૈસાનો હિસાબ અને વર્ધમાન ખર્ચ-આવકનું સંપૂર્ણ દૃશ્ય જોવા મળે છે, જે રાજ્યની વિકાસયાત્રાને દર્શાવે છે.

આ પણ વાંચો—-   Gujarat Latest News Live : ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું સમુદ્રમાં ઓપરેશન, ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *