રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગત વર્ષે વર્ષ 2025-26 માટે કુલ 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું . બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગોને લાભ આપવા માટે અનેક મહત્વની યોજનાઓની જાહેરાતો કરવામાં આવી હતી
મુખ્ય જાહેરાતો અને યોજનાઓ
આવાસ અને અન્ન સુરક્ષા:
ગરીબ અને વંચિતોને આવાસ સહાય વધારી 1.20 લાખના બદલે 1.70 લાખ રૂપિયાનું પ્રદાન તથા 3 લાખથી વધુ આવાસો બનાવવાના યોજનાની જાહેરાત તથા ગરીબોને રાહત દરે ખાદ્યસામગ્રીનું વિતરણ, પૌષ્ટિક ગુજરાત માટે 8,500 કરોડની જોગવાઈ અને 32,277 શાળાઓને પૌષ્ટિક આહાર માટે 217 કરોડ તથા દરેક તાલુકામાં સેન્ટ્રલાઈઝ કિચન, જ્યાં શાળાના બાળકો માટે ભોજન તૈયાર કરવાની તથા દિવ્યાંગોને વાર્ષિક 9,000 રૂપિયાની સહાય અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે 4,827 કરોડની શિષ્યવૃત્તિની જાહેરાત કરાઇ હતી
શિક્ષણ અને તાલીમ:
3 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ માટે 755 કરોડ તથા ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલીમાં નવી એકલવ્ય મોડેલ સ્કૂલ અને ધો.1–8ના 12 લાખ વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય 108 કરોડ તથા 22,000થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં હતા જ્યારે 25,000 વર્ગખંડો બનાવવા માટે 2,914 કરોડ અને નમો સરસ્વતી સાધના યોજના માટે 250 કરોડની જાહેરાત કરાઇ હતી
કૃષિ અને ખેડૂતો માટે:
રાત્રી વીજળીને દિવસે બદલવા સાથે 16,683 ગામોમાં વીજળી ઉપલબ્ધ તથા કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણ મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરી હતી તો ઝીરો વ્યાજે 5 લાખ સુધીનો ધિરાણ, 1,252 કરોડની જોગવાઈ કરવાની સાથે ટ્રેક્ટર ખરીદી માટે 1 લાખ સહાય અને ખેત ઓજારો માટે 1,612 કરોડ તતા ખેતરની ફરતે ફેન્સિંગ માટે 500 કરોડ અને મત્સ્ય ઉદ્યોગ માટે 1,622 કરોડ, 2 લાખ માછીમારોને યાંત્રિક બોટની જોગવાઇ કરાઇ હતી
સ્ટાર્ટઅપ અને MSME:
MSME, સ્ટાર્ટઅપ એકમો માટે 3,600 કરોડ તથા ટેક્સટાઈલ માટે 2,000 કરોડ અને આદિજાતિ અને પછાત વર્ગની મહિલાઓ માટે 10 લાખ સુધી લોન, 7% વ્યાજ દર સાથેની જોગવાઇ કરાઇ હતી
પ્રવાસન અને પ્રવાસન:
1 વર્ષમાં 18.63 લાખ પ્રવાસીઓ ગુજરાતમાં આવેલા હતા જેથી હોટલ, પરિવહન, હસ્તકલા ક્ષેત્રે રોજગારી મલી હતી. નાણાં મંત્રીએ પ્રવાસન વિભાગ માટે 6,505 કરોડ, અંબાજી ધામ વિકાસ માટે 180 કરોડ અને કચ્છમાં 37 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ શરુ કરવાની જાહેરાત કરાઇ હતી
શહેરી વિકાસ અને ટ્રાન્સપોર્ટ:
શહેર વિકાસ વર્ષ માટે 30,325 કરોડ, 40% વૃદ્ધિ કરાઇ હતી જેમાં ગુજરાતની 69 નગરપાલિકાઓને અપગ્રેડ કરાઇ તો સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ 2,730 કરોડ, 55% કામ પૂર્ણ અને રાજ્યમાં 2,060 નવી ST બસો, 1,128 કરોડ ફાળવાયા હતા
જન કલ્યાણ અને મહિલાઓ માટે:
મહિલા અને બાળ વિકાસ માટે 7,668 કરોડ તો ગંગા સ્વરૂપા બહેનો માટે પેન્શન: 3,015 કરોડ (દર મહિને 1,250 રૂપિયા) તથા સખી સહાય યોજના માટે 100 કરોડ અને ઉજ્જવલા યોજના રાહત માટે 300 કરોડ તથા અકસ્માત યોજના હેઠળ સહાય વધારી 4 લાખ કરાઇ હતી
જળસંપત્તિ અને વાતાવરણ:
જળસંપત્તિ વિભાગને 13,366 કરોડ ફાળવાયા હતા તો ડેમ સેફ્ટી માટે 501 કરોડ અને સાબરમતી પર 14 વિયર બેરેજ માટે 750 કરોડ તથા સરદાર સરોવર યોજનામાં 5,979 કરોડ અને સાંતલપુર, દિયોદર અને ભરૂચના ગામોમાં સિંચાઈ સુવિધા વધારવી
આર્થિક અને ટેક્નોલોજી:
4 ઝોનમાં આઈ-હબ તથા LD એન્જિનિયરિંગ સહિત 6 સંસ્થાઓમાં AI લેબ તથા ITI સુધારણા, 5 લાખ તાલીમાર્થીઓ માટે તાલીમની જાહેરાત કરાઇ હતી
શહેરી અને ગ્રામ્ય વિકાસ બંને પર ભાર
બજેટમાં રાજ્યના દરેક વિભાગ, ખાસ કરીને ગરીબ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ અને ઉદ્યોગોને લાભ પહોંચાડવાનો વિશેષ ઉલ્લેખ છે, તેમજ શહેરી અને ગ્રામ્ય વિકાસ બંને પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો—- Gujarat Latest News Live : હવે વડોદરા કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસનું ચેકિંગ શરુ
