
– અમેરિકન કંપનીઓ ફી વધારાને એડજસ્ટ કરવામાં સફળ રહી
– કંપનીઓ એચ-1બી કામદારને સરેરાશ અમેરિકનની તુલનાએ 16 ટકા ઓછો પગાર ચૂકવતી હોવાના અહેવાલો
USA and H-1B Visa News : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અમેરિકનોની નોકરી છીનવી લેતા H-1B વિઝા વર્કરોના પ્રવાહને અટકાવવા માટે એક લાખ ડોલરની ફી તેના પર નાખી, પરંતુ આ ફી પણ H-1B વર્કરોના પ્રવાહને અટકાવી શકી નથી. આ બતાવે છે કે H-1B વિઝાની જંગી ફી સામે કંપનીઓએ કોઈ રીતે એડજસ્ટમેન્ટ કરીને પણ મોટાપાયા પર H-1B વર્કરોને લેવાનું ચાલું જ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે એચ-1બી વિઝા પર મોટાભાગે ભારતીયો જ અમેરિકા જાય છે. અમેરિકન ટેલેન્ટને પણ ભારતીયોને આ વિઝા દ્વારા હાયર કરવામાં વધુ રસ છે.
