Halol:બસસ્ટેન્ડ નજીક મુખ્ય રોડ પર ભૂવો પડતા રાહદારીઓને હાલાકી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

હાલોલ નગર ખાતે કરોડોના ખર્ચે બનાવાયેલ ભૂગર્ભ ગટર યોજનાને પૂર્ણ થયાને હજુ સમય પણ થયો નથી. ત્યારે ગટર માટે ખોદવામાં આવેલ ખાડાને કારણે નગરમાં ઠેર ઠેર ભુવા પડવાનું શરૂ થઈ ગયું છે. નગરના બસસ્ટેન્ડ નજીક વડોદરા રોડ પર દ્વારકેશ ચેમ્બર પાસે મુખ્ય રોડ પર ભૂવો પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

નગરના તમામ મુખ્ય રસ્તાઓ પણ ઉબડખાબડ થઇ ગયા છે. જેને કારણે વાહન ખાડાના પડતા હોવાને કારણે અકસ્માતો સર્જાય છે. રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી.હાલોલ નગર ખાતે 100 કરોડ ઉપરાંતના ખર્ચે બનાવાયેલ ભૂગર્ભ ગટર યોજના હજુ પૂર્ણ થયાને સમય પણ થયો નથી. તેમાં કોન્ટ્રાક્ટર ધ્વારા કરાયેલી કામગીરીમાં ભૂગર્ભ ગટર માટે ખોદાયેલા ખાડાનું વ્યવસ્થિત પૂરાણ નહીં કરાતા, જે તે કામગીરીમાં ગોબાચારી કરી ગમે તેમ પુરાણ કરી તેની પર રોડ બનાવી દેતા તે રોડ પર ભુવા પડી જાય છે. જેમાં પણ ગમે તેમ કપચી નાખી ઢગલા કરી દેવાય છે. આવો જ એક ભૂવો હાલોલ બસસ્ટેન્ડથી વડોદરા રોડ તરફ્ના દ્વારકેશ ચેમ્બર પાસે મુખ્ય રોડ પર પડતા આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં રસ્તાની કામગીરી સામે પ્રશ્ન ઉઠવા પામ્યા છે. તેમજ ભુવા અને ખાડાને તાત્કાલિક સમારકામ કરવા માંગ ઉઠવા પામી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *