Halvad: ગ્રામ્યમાંથી રૂ.29.55 લાખની વીજ ચોરી ઝડપી પડાઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી વીજ ચોરી ડામવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની જુદી જુદી 19 ટીમો દ્વારા મંગળવારે સઘન વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં રૂપિયા 29.55 લાખની વીજ ચોરી ઝડપાતા વીજ ચોરી કરતા તત્વોમાં ફ્ફ્ડાટ વ્યાપી જવા પામ્યો હતો. હળવદ પીજીવીસીએલ હેઠળ આવતા શહેરી અને ગ્રામ્ય પંથકના ગોલાસણ, પલસાણ, કોયબા, ઢવાણા, હળવદ લાંબી દેરી ભવાનીનગર સહિતના ગામોમાં પીજીવીસીએલની જુદી જુદી 19 ટીમ દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

જેમાં રહેણાંકના 156, વાણિજ્યના 6 અને વોટર વર્ક્સ ના 5 મળી કુલ 167 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. આ ચેક કરાયેલા કનેક્શનમાંથી 32 જોડાણોમાં વીજ ચોરી પકડાઈ હતી અને તમામ વીજ ચોરીમાં ઝડપાયેલા આસામીઓને કુલ રૂ. 29.55 લાખનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો. બીજી તરફ્ વીજ કંપની દ્વારા ચેકિંગ આવતા દિવસોમાં પણ ચાલુ રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *