Halvad: GIDC વિસ્તારમાં વિકાસના નામે શૂન્ય

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

હળવદમાં જીઆઈડીસીનીનો આરંભ વર્ષ 1997માં થયા બાદ હાલ મીઠાના જુદા જુદા 13 એકમમાં મીઠું પ્રોસેસ થઇ દેશના નવ રાજ્યોમાં વેચાણ અર્થે જઈ વાર્ષિક 100 કરોડનું ટર્નઓવર ધરાવતા આ વિસ્તારના કારખાનેદારો પાલિકાને દર વર્ષે 35 લાખનો ટેક્સ ભરે છે. આ ઉપરાંત અહીંયા એક હજાર લોકો રોજગારી મેળવે છે તેમ છતાં અહીંયા તમામ પાયાની સુવિધાઓનો અભાવ છે

હળવદ ધાંગધ્રા રોડ ઉપર આવેલ જીઆઇડીસી અસ્તિત્વમાં આવ્યું એને ત્રણ દાયકા જેવો સમય થઇ ગયો હાલ માં તેર થી વધુ મીઠા ના એકમો ઉપરાંત પ્લાસ્ટિક પાઇપ ઉદ્યોગ માં મજૂરી કામ કરતા એક હજાર થી વધુ મજૂરો મજૂરી કામ કરે છે અહીંયા સૌથી મોટી મુસીબત પીવા ના પાણી તેમજ રોડ રસ્તા ની હોવાનું આ વિસ્તાર ના રહીશો જણાવી રહ્યા છે.

હાલ આ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા માટે વેપારીઓ ના સહયોગથી જીઆઇડીસી દ્વારા પાણીનો એક સંપ બનાવવામાં આવ્યો છે આ પાણીના સંપ સુધી પાણી પહોંચાડવા જીઆઇડીસી ના તમામ વેપારીઓ દ્વારા શહેર માંથી પસાર થતી નર્મદા કેનાલ સુધી પાઇપ લાઇન નાખી પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે પણ જ્યારે કેનાલ બંધ હોય ત્યારે આ વિસ્તાર ના લોકો ને ટેન્કર દ્વારા રૂપિયા આપી પાણી મંગાવવું પડતું હોય આ માટે આજ દિન સુધી પાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરાઇ નથી

જીઆઇડીસી ખાતે આવેલા મીઠાના જુદા જુદા 13 એકમોમાં મીઠાની પ્રોસેસ અને પેકિંગ તૈયાર થઈ દેશના વિવિધ રાજ્યોમાં અહીનું મીઠું પહોંચે છે ઉપરાંત અહીંના ટ્રેડમાર્ક સાથે એક કિલોની પેકીંગની હજારો મીઠાની બેગ ખાસ રેલવે મારફ્ત વિવિધ રાજ્યો માં પહોંચે છે અને રોજબરોજના એક હઝાર મજૂરોને રોજીરોટી અહીંયા થી મળે છે તેમ છતાં પણ આ વિસ્તાર માં અમુક જગ્યા એ પાકા રોડ રસ્તા નો અભાવ જોવા મળે છે ત્યારે હાલ તો આ વિસ્તાર જાણે પાલિકાની હદ બહાર હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ જ્યારથી પાલિકા અમલમાં આવી ત્યારથી આજદિન સુધી પાલિકાને એક કરોડથી વધુ વેરો ભર્યો હોવા છતાં પણ આજદિન સુધી પાયાની એક પણ સુવિધા જોવા મળતી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *