Harij: હારીજના રિક્ષાચાલકના નામે 35.47 કરોડના વ્યવહારો : આઈટીની નોટિસ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

હારીજ તાલુકાના જુનામાંકા ગામના રિક્ષાચાલકને પૈસાની જરૂર પડતા તેમના પરિચિતે અમદાવાદના ઈસમ સબસિડીવાળી લોન કરી આપશે કહી સંપર્ક કરાવ્યો હતો.

અમદાવાદના ઈસમે રિક્ષા ચાલકને અમદાવાદ બોલાવી બેંકમાં ખાતું ખોલાવી જરૂરી દસ્તાવેજો લઈને લોન થઈ જશે તેવી હૈયાધારણા આપી હતી ત્યારબાદ જૂન મહિનામાં પાટણ આઈટી ઓફિસથી ફોન આવતા સમગ્ર કાંડ બહાર આવ્યું હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે.

હારીજ તાલુકાના જુનામાંકા ગામના અને રિક્ષાચાલક રોહિત પરમારના પિતાએ ગત વર્ષ 2020માં ગામના પરિચિત શંકર દેસાઈ પાસે દવાખાના માટે અંદાજે 2 લાખની જરૂર પડતા માગતા તેમણે ઓળખીતા લોન કરી આપશે કહી એક દિવસ શંકર દેસાઈએ રોહિત પરમારને બોલાવી ખાતુ ખોલવાવ કહી એક ઓફ્સિમાં લઈ ગયાં હતાં જ્યાં કોઈ ઠક્કરભાઈ નામના શખ્સને ફોન કરતા ત્રણ ચાર ઈસમોએ આવી સહીઓ કરાવી અને ઠક્કરભાઈ આવે ત્યારે ઓફ્સિમાં આવી જજો તેમ કહેતાં ઘરે આવ્યા હતા. ત્યારબાદ 4 જુને રોહિત પરમારને તેમના નામે ઉમા ટ્રેડર્સ નામની પેઢી અને તેમનું ખાતું IDBI બેંકમાં ખુલેલું છે જેમાં તારીખ 3/11/2020 થી 7/9/2021 સુધી અને સને 2021-22 વર્ષમાં ખાતામાં 35,47,70,000 નો વ્યવહાર થયો હોવાથી આઈટી દ્વારા ટ્રાન્જેક્શનના કારણે નોટીસ આપી છે. જે અંગે રોહિત પરમારે શંકર દેસાઈ અને અમદાવાદના ઠક્કરભાઈ સામે પ્રથમ પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પોલીસ અધિક્ષકને અરજી આપ્યા બાદ હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *