Himatnagar: રેલવે સ્ટેશનથી પુરુષની લાશ મળી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

હિંમતનગર રેલવે સ્ટેશન પર મંગળવારે સવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના હિંમતનગર રેલવે સ્ટેશન સ્થિત ગુડ્ઝ પ્લેટફોર્મ નંબર ચાર પર ફૂટ ઓવર બ્રિજ પાસે બની હતી. ત્યારબાદ ગુજરાત રેલવે પોલીસે લાશ કબજે લઈ પીએમ માટે હિંમતનગર સિવીલમાં મોકલી આપી હતી.

આ અંગે ગુજરાત રેલવે પોલીસના જવાબદાર કર્મચારીના જણાવાયા મુજબ, મંગળવારે સવારે તેમના સ્ટાફને રેલવે સ્ટેશન સ્થિત ગુડ્ઝ પ્લેટફોર્મ નં-4 પરના ફૂટ ઓવરબ્રિજ પાસે અજાણી લાશ પડી હોવાની માહિતી મળ્યા બાદ તરત જ આ રેલવે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં આશરે 50 વર્ષના ભિક્ષુક જેવા લાગતા પુરુષનો મૃતદેહ પગથિયાં પાસે પ્લેટફોર્મ પર પડયો હતો. પોલીસે આ મામલે ગુજરાત રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે હજૂ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. જો કે, આ ઘટના હિંમતનગર રેલવે સ્ટેશન સ્થિત ગુડ્ઝ પ્લેટફોર્મ નંબર ચાર પર ફૂટ ઓવર બ્રિજ પાસે બની હતી. ત્યારબાદ ગુજરાત રેલવે પોલીસે લાશ કબજે લઈ પીએમ માટે હિંમતનગર સિવીલમાં મોકલી આપી હતી

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *