HNGUમાં 25 નવેમ્બરથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ:5 જિલ્લાના 180 કેન્દ્રો પર 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા નવેમ્બર-ડિસેમ્બરના બીજા તબક્કાની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ 25 નવેમ્બરથી શરૂ થશે, જેમાં 5 જિલ્લાના 180 કેન્દ્રો પર અંદાજિત 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા નિયામક મિતુલ દેલિયાના જણાવ્યા અનુસાર, આ તબક્કામાં યુનિવર્સિટીની લગભગ 20 જેટલી પરીક્ષાઓ યોજાશે. તેમાં સ્નાતક કક્ષાની સેમિસ્ટર 3ની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બી.એડ. અને એલ.એલ.બી.ના સેમિસ્ટર 3ની પરીક્ષાઓ પણ શરૂ થશે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના પ્રશ્નપત્રો મોકલવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ERP સિસ્ટમ દ્વારા ડિજિટલાઇઝ કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રો હાર્ડ કોપીને બદલે ઓનલાઈન CRP સિસ્ટમથી એકસાથે મોકલવામાં આવશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *