
ICC and PCB Controversy : પાકિસ્તાન સરકારના એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામસામે આવી ગયા છે. પાકિસ્તાન સરકારે રવિવારે રાત્રે જાહેરાત કરી કે તેમની ટીમ T20 વર્લ્ડ કપ 2026માં રમશે, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામે યોજાનાર હાઈ-પ્રોફાઈલ મેચનો બહિષ્કાર કરશે. ICC એ આ ‘પસંદગીના સહભાગી’ (Selective Participation) થવાના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી લીધી છે.
પાકિસ્તાન સરકારનો ‘રાજકીય’ વિરોધ
પાકિસ્તાન સરકારે આ નિર્ણય બાંગ્લાદેશના સમર્થનમાં લીધો હોવાનું મનાય છે.
