Idar-ભિલોડા હાઇવે પર કાર અને રીક્ષા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 વ્યક્તિના કરુણ મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સાબરકાંઠા જિલ્લામાં ઈડર-ભિલોડા 168-G નેશનલ હાઇવે પર નેશનલ હાઈવે ઓથોરિટીની કથિત બેદરકારીને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઈડરના રેવાસ નજીક ઓટો રીક્ષા અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિનાં મોત થયા હતા. તેમજ અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયો હતો અને તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

રોડના અધૂરા કામથી અકસ્માત થતા હોવાનો આક્ષેપ 

આ ઉપરાંત અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક 108 મારફતે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ આ અકસ્માત માટે નેશનલ હાઇવેનું મંથરગતિએ ચાલતું અધૂરું કામ જવાબદાર હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. કોન્ટ્રાક્ટરના ધીમી ગતિના કામથી વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કામગીરીમાં સુધારો ન થતાં આ અકસ્માત થયો હોવાનો આક્ષેપ છે. અકસ્માતની જાણ થતાં જ ઈડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *