Idar News: તાલુકા પંચાયતના ત્રણ ક્લસ્ટર ઓર્ડિનેટર લાંચ લેતા ACBના સકંજામાં આવ્યા, એક તો ભાજપનો યુવા પ્રમુખ નીકળ્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાતમાં છાશવારે લાંચિયા કર્મચારીઓ એસીબીના હાથે ઝડપાઈ રહ્યાં છે. આજે ઈડર તાલુકા પંચાયતમાં લાંચિયા કર્મચારીઓ પકડાયા છે. એસીબીએ કોન્ટ્રાક્ટ પરના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે. ગ્રામ વિકાસ શાખાના ક્લસ્ટર ઓર્ડિનેટર લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટ્રેપને પગલે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. એસીબીની ટ્રેપને પગલે તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના ધામા નંખાયા છે.

એક લાખ 25 હજારની લાંચની માગણી કરી હતી

ફરિયાદી ચોરીવાડ, જાદર, વિરપુર, બોલુન્દ્રા, પાનોલ વિગેરે ગામોએ સેગ્રીગેશન શેડ તથા ખારકુવાનું કોન્ટ્રાકથી કન્સ્ટ્રક્શનનું કામ કર્યું હતું. જેના બીલો મંજુર કરવા માટેની પક્રીયામાં બીલની રકમના 12% મુજબ કુલ રકમ રૂ.એક લાખ 25 હજારની લાંચની માગણી આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદી લાંચની રકમ આક્ષેપિતોને આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીએ ફરિયાદના આધારે લાંચું છટકું ગોઠવ્યું હતું

એસીબીએ ફરિયાદના આધારે લાંચું છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપીએ ટેલિફોનિક વાતચીતના આધારે હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચની રકમ લેતા બે આરોપી પકડાયા હતાં. ઈડર તાલુકા પંચાયતના ક્લસ્ટર ઓર્ડિનેટર કમલકુમાર નારાયણદાસ પટેલ, જીન્નતબેન પટેલ અને મેહુલ રાઠોડને પકડી પાડવામાં આવ્યા હતાં. જેમાં કમલ પટેલ ઈડર તાલુકા ભાજપનો યુવા પ્રમુખ છે.

આ પણ વાંચોઃ Surat News: ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓનો રાજદ્રોહના કેસમાંથી છૂટકારો, કોર્ટે રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *