
(પ્રતિનિતિરફથી) અમદાવાદ,સોમવાર
આઈજીએસટી અને સેસ મળીને ૪૦ ટકાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના આચરવામાં આવેલા કૌભાંડમાં અમદાવાદ કસ્ટમ્સના જ ઇન્સ્પેક્ટર રૃપરામ યાદવની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ઘણસમયથી એનર્જી ડ્રિન્કની એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ચાલતું હોવાાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આંકડો બહુ જ મોટો હોવાની શક્યતા નકારી શકાતી નથી. ે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ આ ધરપકડ કરી છે, પરંતુ સરકારી અધિકારી હોવાથી તેઓ સમગ્ર કેસ પર ઢાંકપીછોડો કરી રહ્યા છે.
