
India vs New Zealand 3rd T20 Cricket Match Live : ભારતે ગુવાહાટીના બારાસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવી શ્રેણીમાં શાનદાર જીત મેળવી છે. ટોસ જીતીને ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું, જેમાં કિવી ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 153 રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે માત્ર 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 155 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ જીતના મુખ્ય હીરો અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ રહ્યા હતા, જેમણે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી ફિફ્ટી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં જસપ્રિત બુમરાહે કિવી બેટરોને ધૂળ ચટાડી હતી. અભિષેક શર્માએ માત્ર 14 બોલમાં 4 સિક્સ અને 5 ફોરની મદદથી અડધી સદી પૂરી કરી હતી, જે યુવરાજ સિંહના 12 બોલના રેકોર્ડની નજીક પહોંચી ગઈ છે.
